ગીર સોમનાથમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક મળી હતી. ભાજપ શાસિત આ બોડીની મુદત 14 માર્ચે પૂર્ણ થાય છે. પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ હતી. દોઢ કલાકની બેઠકમાં કૂલ 28 ઠરાવો રજૂ કરાયા હતાં. મોટાભાગના વિકાસકામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતાં. ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે તંદુરસ્ત ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં પાણી અને રસ્તાની પ્રાથમિક સુવિધાઓ પર ભાર અપાયો હતો.


ચાર સભ્યોના રજાના રિપોર્ટ રજૂ કરાયા હતાં

ગીર સોમનાથમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની વર્તમાન બોડીની આખરી જનરલ બોર્ડ બેઠક યોજાઈ હતી.પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાનીના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડ મળ્યું હતું. દોઢ કલાકથી વધુ સમય સુધી ચાલેલી મહત્વપૂર્ણ બેઠકમાં એજન્ડા મુજબ તથા પ્રમુખસ્થાનેથી કુલ 28 ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાં મોટાભાગના ઠરાવો સર્વાનુમતે મંજૂર કરાયા હતાં. કુલ 44 સભ્યોમાંથી ભાજપના 22 સભ્યો હાજર અને 5 સભ્યો ગેરહાજર રહ્યા હતાં. ભાજપના ચાર સભ્યોના રજાના રિપોર્ટ રજૂ કરાયા હતાં.

નાગરિક સુવિધાઓ પર ભાર મુકાયો હતો

આ બેઠકમાં કોંગ્રેસના 10 સભ્યો હાજર અને ત્રણ સભ્યોના રજાના રિપોર્ટ રજૂ કરાયા હતાં. ભાજપ શાસિત બોડીની મુદત 14 માર્ચે પૂર્ણ થવાની છે.મુદત પૂર્ણ થવા પૂર્વે વર્તમાન ટર્મનું આખરી જનરલ બોર્ડ મળ્યું હતું. બેઠક દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે તંદુરસ્ત ચર્ચાઓ થઈ હતી.પાણી, સફાઈ, રસ્તા સહિત પ્રાથમિક સુવિધા મુદ્દે ઉગ્ર પરંતુ સંયમિત ચર્ચા થઈ હતી. જનરલ બોર્ડમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર દેવીબેન ચાવડા સહિત તમામ વિભાગોના બ્રાન્ચ હેડ્સ ઉપસ્થિત રહ્યા હતાં. આખરી બેઠકમાં વિકાસ અને નાગરિક સુવિધાઓ પર ભાર મુકાયો હતો.


આ પણ વાંચોઃ Junagadh News: મહાશિવરાત્રીના મેળા પહેલા ભવનાથમાં હવાની ગુણવત્તાનું પરીક્ષણ, હાઈટેક મોબાઈલ વાન દ્વારા ચકાસણી


  • Follow us on: