ગુજરાતમાં આજે સર્વત્ર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. ત્યારે મંત્રીઓથી લઈને સેલિબ્રિટિઓએ પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. મહેસાણાના વિસનગરમાં મંત્રી ઋષિકેશ પટેલે કાર્યકરો સાથે ઉત્સાહથી ઉજવણી કરી હતી. તેમણે પીપળાવાળી પોળ, માયા બજારમાં રહિશો સાથે ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પતંગ ચગાવી ઉત્તરાયણની ખુશી વહેંચી
ઉત્તરાયણના રંગીન માહોલ વચ્ચે કાર્યકરો સાથે ધાબે પતંગ ચગાવતાં મંત્રી ઋષિકેશ પટેલે સૌને તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી.તેમણે આનંદ સાથે પરંપરાગત રીતે પતંગ ચગાવી ઉત્તરાયણની ખુશી વહેંચી હતી.આ પ્રસંગે મંત્રી ઋષિકેશભાઈ પટેલે પતંગ ચગાવતી વખતે પક્ષીઓના રક્ષણનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તહેવારની ઉજવણી સાથે પર્યાવરણ અને પક્ષીઓની સુરક્ષા પણ આપણી સામૂહિક જવાબદારી છે.












