મહમૂદ ગઝ્નવીએ સોમનાથ પર કરેલા આક્રમણને એક હજાર વર્ષ પૂરા થયા છે. ત્યારે સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ કરવામાં આવી છે. આ ઉજવણીમાં ગઈકાલથી જ ઓમકાર મંત્રના જાપ શરૂ થયા છે. જ્યારે આજે સાધુ સંતો દ્વારા ડમરૂના નાદ સાથે રવેડી કાઢવામાં આવી હતી. રાજ્યમાંથી હજારો શ્રદ્ધાળુઓ સોમનાથના દર્શને જઈ રહ્યાં છે. બીજી તરફ વડાપ્રધાન મોદી પણ સોમનાથમાં પધારવાના હોવાથી તેમનો સંપૂર્ણ કાર્યક્રમ સામે આવ્યો છે.


વાઈબ્રન્ટ ગુજરાત રિઝનલ સમિટનું ઉદ્ઘાટન કરાવશે

વડાપ્રધાન મોદી 10મી જાન્યુઆરીએ સાંજે સોમનાથ પહોંચશે. રાત્રે આઠ વાગ્યે મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે. રાત્રે મંદિરમાં ડ્રોન શો નિહાળશે. તેમનુ રાત્રિ રોકાણ પણ સોમનાથમાં જ રહેશે. તેઓ 11 જાન્યુઆરીએ સવારે 9.45 કલાકે શોર્યયાત્રામાં ભાગ લેશે. 10.15 કલાકે સોમનાથ મંદિરમાં પૂજન અર્ચન કરશે. ત્યારબાદ 11.00 કલાકે તેઓ જાહેર સભાને સંબોધશે. સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ રાજકોટ આવશે અને બે વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત રિઝનલ સમિટનું ઉદ્ઘાટન કરાવશે. રાજકોટથી તેઓ અમદાવાદ આવશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે

તેઓ મેટ્રો ફેઝ-2નું ઉદ્ઘાટન કરશે. તેઓ રાત્રિ રોકાણ ગાંધીનગર ખાતેના રાજભવનમાં કરશે. 12મી જાન્યુઆરીએ જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરશે. 9.30 કલાકે સાબરમતિ આશ્રમની મુલાકાત લેશે. ત્યાર બાદ 10.00 વાગ્યે સાબરમતિ રીવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે. તેઓ સવારે 11.15 કલાકે મહાત્મા મંદિર આવશે. જ્યાં દ્વિપક્ષીય મુલાકાતો થશે.


આ પણ વાંચોઃ Navsari News: હાઈવે પર મોતની સવારી! શેરડી ભરેલા ઓવરલોડ ટ્રેક્ટરના ચાલકે કર્યા જોખમી સ્ટંટ


  • Follow us on: