મહેસાણા જિલ્લામાં વરસાદ પાછો ખેંચાઈ જતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા હતા. પ્રથમ વરસાદ થયા બાદ ખેડૂતોએ આશા સાથે ખેતરોમાં વાવણી કરી હતી અને ત્યારબાદ હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદની આગાહી થતાં તેઓ ખુશ હતા. પરંતુ હવે જ્યારે બીજા વરસાદની તાતી જરૂરિયાત છે ત્યારે વરસાદ ન થતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું હતું.


વાવેતર બચાવવા મોંઘા ભાવનું પાણી ખરીદવાની પડી ફરજ 

વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોને તેમના વાવેતરને બચાવવા માટે મોંઘા ભાવનું પાણી ખરીદવાની ફરજ પડી હતી. આ વર્ષે મોંઘા બિયારણો, ખાતરો અને હવે મોંઘા ભાવનું પાણી ખેડૂતોને પોસાય તેમ નથી. આ પરિસ્થિતિ ખેડૂતો માટે બેવડા માર સમાન બની છે. એક તરફ વરસાદની અછત અને બીજી તરફ પાક બચાવવા માટે વધતો ખર્ચ.

વરસાદ નહીં આવે તો ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર

જો આગામી સમયમાં વરસાદ નહીં આવે તો ખેડૂતોના વાવેલા પાકને મોટું નુકસાન થઈ શકે છે. આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે. સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક ધ્યાન આપીને ખેડૂતોની મદદ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. જેથી તેઓને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકાય. આ પરિસ્થિતિ ખેતી પર નિર્ભર પરિવારો માટે ગંભીર પડકાર ઊભો કરી રહી છે.


  • Follow us on: