મહેસાણામાં એક યુવકના મોતની ઘટના સામે આવી છે. ઊંઝા-દાસજ રોડ પર વણાગલા ચોકડી નાળાનો આ બનાવ છે. ઊંઝાથી દાસજ જવાના રોડ પર વણાગલા ચોકડી નાળા પર આ બનાવ બન્યો છે. જ્યાં ચોકડી પરના એક નાળામાં યુવાનનો મૃતદેહ જોવા મળ્યો. સ્થાનિક લોકોએ આ બનાવની પોલીસને જાણ કરી. પ્રાથમિક ધોરણે એવું દેખાઈ રહ્યું છે કે આ યુવકનું વરસાદી નાળામાં પડી જતા મોત નિપજયું. અજાણ્યા યુવકના મોતને પગલે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી.
અજાણ્યા યુવકનું થયું મોત
રાજ્યમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. અને સિઝનના પહેલા જ વરસાદમાં અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાના કારણે લોકો ફસાઈ ગયા હોવાની પણ અનેક ઘટના સામે આવી છે. દરમિયાન ઊંઝામાં વરસાદી નાળામાં પડી જવાથી અજાણ્યા યુવકનું મોત થતા મોટી સંખ્યામાં લોકો ધટના સ્થળે પહોંચ્યા. આ બનાવની જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
યુવાનનો મૃતદેહ બહાર કાઢવા હાથ ધરી કામગીરી
જેના બાદ પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનો દ્વારા નાળામાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. યુવાનનો મૃતદેહને બહાર કાઢી તેની તપાસ કરતાં યુવાન કોણ છે તેની પોલીસને માહિતી મળી શકે છે. જણાવી દઈએ કે મહેસાણા જિલ્લામાં અત્યારે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું જોર જોવા મળ્યું છે. અગાઉ કડીમાં ભારે વરસાદના કારણે થોળ રોડ પરના અંડરબ્રિજમાં 12 ફૂટ પાણી ભરાતા છ લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
ચોમાસાના પ્રારંભે જ જિલ્લામાં વિસનગર, સતલાસણા, ખેરાલુ, ઊંઝા, વડનગર, વિજાપુર, બહુચરાજી, જોટાણા, બહુચરાજી તાલુકાના મોઢેરા, કાલરી, દેલવાડા સહિતના વિસ્તારોમાં હળવાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે ધોધમાર વરસાદના કારણે નદીનાળા છલકાયા છે તો કયાંક માર્ગ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.