કડીના થોળમાં પાંજરાપોળમાં 20થી વધુ ગાયના મોત થયાની ઘટના સામે આવી છે. પાંજરોપોળમાં પાણી અને ઘાસચારાની અપૂરતી વ્યવસ્થાના આક્ષેપ કરવામાં આવ્યો છે. કાદવ કીચડમાં ગાયને રખાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 20થી વધુ ગાયના મોત થતા ગૌરક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અન્ય 300થી વધુ ગાયને અન્ય સ્થળે ખસેડવામાં આવી છે. ગાયના મોત થતા DYSP, પ્રાંત અધિકારી દોડી આવ્યા છે. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.


થોળમાં પાંજરાપોળમાં 20થી વધુ ગાયના મોત 

કડી તાલુકાના થોળ ગામની સીમમાં આવેલ પાંજરાપોળમાં ગાયોના મોત થયાની ઘટના સામે આવી છે. પાંજરાપોળમાં 20 થી વધુ ગાયોના મોત થયા છે. અપૂરતી પાણીની વ્યવસ્થા અને અપૂરતી ઘાસચારાની વ્યવસ્થાને લઈ ગાયોના મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પાંજરાપોળમાં કાદવ કીચડમાં ગાયોને રખાવામાં આવી રહી છે. આ ઘટનાને લઇ Dysp, પ્રાંત અધિકારી, મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સહિત અધિકારીઓ પાંજરાપોળ ખાતે દોડી આવ્યા છે.

પાંજરાપોળમાં ગાયો કાદવ કીચડમાં રહેવા મજબૂર બની

પાંજરાપોળમાંથી અન્ય 300 થી વધુ ગાયોને અન્ય સ્થળે ખસેડવામાં આવી છે. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ગૌરક્ષકો અને સ્થાનિકોની માગ કરવામાં આવી છે. પાંજરાપોળમાં ગાયો કાદવ કીચડમાં રહેવા મજબૂર બની છે. પાંજરાપોળમાં 20 થી વધુ ગાયોના મોત થતા ગૌરક્ષકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગાયોના મોતમાં જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી થાય તે માટે માગ કરી છે.


  • Follow us on: