મહેસાણાના કડીના નવાપુરા ગામે મારામારીની ઘટના સામે આવી હતી. ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં મારામારી થઈ હતી. રોડ બનાવવા મુદ્દે રજૂઆત કરતા મારામારી થઈ હતી. કેટલાક લોકોએ લાકડીથી હુમલો કર્યાના આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલાઓએ રોડ બનાવવા રજૂઆત કરતા બબાલ થઈ હતી. નંદાસણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં મારામારી













