મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં એક અત્યંત કરુણ હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં દુધઈ-જયદેવપુરા માર્ગ વચ્ચે એક બેફામ કારચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા પર સવાર બે યુવકોના કરુણ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટના બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. આ દુર્ઘટના કડી તાલુકાના દુધઈ અને જયદેવપુરા માર્ગ વચ્ચે બની હતી. એક બલેનો કારે સામેથી આવી રહેલા એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.


અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે યુવકોના ઘટમનાસ્થળે જ મોત 

જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક બંને યુવકો દુધઈ ગામના રહેવાસી હતા અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ યુવકોના મોતથી તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ કડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી

પોલીસે બંને મૃતક યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. હિટ એન્ડ રનનો ગુનો હોવાથી પોલીસ કારચાલકને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરી કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: