કડી તાલુકાના રંગપુરડા ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાંથી આજે 25 વર્ષીય પરિણીત યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં યુવતીએ માનસિક બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.


25 વર્ષીય પરિણીત યુવતીનો આપઘાત

મળતી જાણકારી અનુસાર, રંગપુરડા ગામની નિમિષાબેન મયુરકુમાર પટેલ નામની 25 વર્ષીય પરિણીત યુવતીએ ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવતીના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

ત્રણ મહિના પહેલા જ કેનેડાથી આવી હતી

ચોંકાવનારી વિગત એ છે કે, નિમિષાબેન ત્રણ મહિના પહેલા જ કેનેડાથી પોતાના વતન રંગપુરડા આવી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર, તેઓ લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હતા અને તેનાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું મનાય છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.


  • Follow us on: