કડીમાં બેન્ક સાથે છેતરપિંડીમાં પોલાસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ મેડા આદરજ ગામમાં બેન્ક સાથે છેતરપિંડી કરી હતી. બેંકમાં સોનાની ખોટી વસ્તુ ગીરવે મૂકી કુલ રૂ. 4.54 કરોડ થી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. આરોપી મૌલિન સોનીને પોલીસ ઝડપ્યો છે. કુલ 38 આરોપીઓ સામે બાવલુમાં ફરિયાદ નોંધાવી હતી. .આરોપી મૌલિન સોનીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.


છેતરપિંડીમાં પોલાસે આરોપીની ધરપકડ કરી 

કડીના મેડા આદરજ ગામમાં બેન્ક સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. ખોટું સોનુ હોવા છતાં ગોલ્ડ વેલ્યુએશનનું સર્ટિ બનાવી લોન મંજૂર કરાવી બેન્ક ઓફ ઇન્ડિયા સાથે કરી છેતરપિંડી કરવામાં આવી છે. બેંકમાં સોનાની ખોટી વસ્તુ ગીરવે મૂકી કુલ રૂ. 4.54 કરોડ થી વધુની છેતરપિંડી કરવામાં આવી છે.

4.54 કરોડ થી વધુની છેતરપિંડી કરવામાં આવી

થોળ ગામના મૌલિન દિનેશભાઈ સોનીની મેડા આદરજ બેન્ક ઓફ ઇન્ડિયામાં અધિકૃત વેલ્યુઅર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આરોપી મૌલિન દિનેશભાઈ સોની સહિત કુલ 38 લોકો દ્વારા બેંક સાથે છેતરપિંડી કરવામાં આવી છે. બેન્ક દ્રારા આરોપી મૌલિન દિનેશભાઈ સોની સહિત કુલ 38 આરોપીઓ સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.


  • Follow us on: