કડીના મેડા આદરજ ગામમાં બેન્ક સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. ખોટું સોનુ હોવા છતાં ગોલ્ડ વેલ્યુએશનનું સર્ટિ બનાવી લોન મંજૂર કરાવી બેન્ક ઓફ ઇન્ડિયા સાથે કરી છેતરપિંડી કરવામાં આવી છે. બેંકમાં સોનાની ખોટી વસ્તુ ગીરવે મૂકી કુલ રૂ. 4.54 કરોડ થી વધુની છેતરપિંડી કરવામાં આવી છે.


બેન્ક સાથે છેતરપિંડી 

થોળ ગામના મૌલિન દિનેશભાઈ સોનીની મેડા આદરજ બેન્ક ઓફ ઇન્ડિયામાં અધિકૃત વેલ્યુઅર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આરોપી મૌલિન દિનેશભાઈ સોની સહિત કુલ 38 લોકો દ્વારા બેંક સાથે છેતરપિંડી કરવામાં આવી છે. બેન્ક દ્રારા આરોપી મૌલિન દિનેશભાઈ સોની સહિત કુલ 38 આરોપીઓ સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.

ખોટું સોનુ ગીરવે મૂકી રૂ. 4.54 કરોડથી વધુની ઠગાઈ

બેન્કમાં ખોટું સોનુ ગીરવે મૂકી રૂ. 4.54 કરોડથી વધુની ઠગાઈ આચવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અધિકૃત વેલ્યુઅર મૌલિન સોની સામે ફરિયાદ નોંધાઈ છે. ખોટા સોનાનું અસલી સર્ટિ બનાવી લોન મંજૂર કરાવી આપવામાં આવી હોવાની ઘટના બની છે. બેન્ક દ્રારા આરોપી મૌલિન દિનેશભાઈ સોની સહિત કુલ 38 આરોપીઓ સામે બાવલુ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.


  • Follow us on: