અમદાવાદમાં ચોમાસાના સામાન્ય વરસાદે સ્માર્ટ સીટીને બિસ્માર સીટી બનાવી દીધું. આ સિઝનમાં શહેરમાં હળવાથી મધ્યમ વરસાદનું જોર જોવા મળ્યું હતું. આવા સામાન્ય વરસાદમાં શહેરના અનેક વિસ્તારમાં રોડનું ધોવાણ થયું. તો કયાંક પાણી ભરાવાના કારણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. છેલ્લા બે દિવસથી શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આવા વરસાદમાં બોપલમાં સ્કાય સિટીનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળતા સ્થાનિકોમાં તંત્રની કામગીરીને લઈને નારાજગી જોવા મળી.
આખરે AMC કેવું કામ કરે છે













