ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયાં છે. ઉત્તર ગુજરાતમાં ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે. નદીમાં પાણીની આવક વધતાં સુભાષબ્રિજ પાસે રિવરફ્રન્ટ વોક વેમાં પાણી ઘૂસી ગયા હતાં. પાણીની સતત વધી રહેલી આવકને કારણે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા રિવરફ્રન્ટનો વોક વે તૂટ્યો છે.
અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક













