અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે. ત્યારે સામાન્ય વરસાદમાં શહેરનો સૌથી પોશ ગણાતો એસજી હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. થલતેજ સર્વિસ રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. રોડ પર ભરાઈ ગયેલા પાણીનો નિકાલ કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી અને મહાનગર પાલિકા એક બીજાને ખો આપી રહ્યાં છે.
શહેરના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાયા













