અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ સામે આવી રહી છે, ગુનેગારો જાહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડી રહ્યા હોય તેવી વધુ એક હચમચાવતી ઘટના સામે આવી છે, શહેરના મેઘાણીનગર વિસ્તારમાં જાહેરમાં ધોળા દિવસે યુવકની કરપીણ હત્યાનો બનાન સામે આવતા પોલીસ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે, જેમાં અંગત અદાવતમાં યુવકનું કાંકરિયા વિસ્તારમાંથી અપહરણ કરીને 10થી વધુ હથિયારથી માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે.


અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં બની હત્યાની ઘટના

ગઈકાલે સાંજના સમયે અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં કાપડના એક શો રુમમાં 6-8 જેટલા આવારા તત્વોએ એક યુવકનું બળજબરી પૂર્વક સાથે મામામારી કરી અપહરણ કરીને મેઘાણીનગરમાં જાહેર બજારમાં તેની ધારીયા અને હોકી સ્ટીક જેવા ધાતક હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી, જેમાં CCTVમાં દેખાય છે કે ,યુવકનો કોલર પકડીને તેને બહાર ઢસડી લાવે છે, જે બાદ યુવક પોતાના સ્વરક્ષણ માટે ઘણા ધમપછાળા કરે છે, પરંતુ આ બધા શખ્સો તેને માથાના વાળ પકડીને મારામારી કરતા કરતા લઈ જાય છે, આ ઘટના બાદ તેઓ મેઘાણીનગરમાં પહોંચે છે અને ત્યાં ટ્રાફિકથી ધમધમતા જાહેર રસ્તા પર ધાતક હથિયારો વડે તેના પર તૂટી પડે છે અને અધમુઓ કરી ત્યાંથી ભાગી છુટે છે જેમાં ગણતરીના કલાકો બાદ યુવકનું મોત થાય છે.

અંગત અદાવતમાં કરાઈ હત્યા

ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરી પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે, તો પરિવાર દ્વારા મૃતકને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે, કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે, જેમાં વિજય પટણી, શૈલેષ ગૌતમ અને પુનમ પટણીની ધરપકડ કરી છે જેમાંથી બે આરોપી વિજય અને શૈલેષ અપહરણમાં સંડોવાયેલ હતા જ્યારે એક આરોપી પૂનમ પટણી રિક્ષા ચાલક છે, પોલીસ તપાસમાં અગાઉના ઝઘડાની અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

આરોપી વિજય ઉર્ફે બટ્ટો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

જેમાં 19 ઓગસ્ટ ના રોજ મૃતક નીતિન અને આરોપીઓ વચ્ચે ઝઘડો થતા મૃતક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, આ ઝઘડાની અદાવત રાખીને આરોપીએ અપહરણ કરીને નીતિની હત્યા કરી નાખી છે ત્યારે હત્યામાં સંડોવાયેલ ફરાર આરોપીઓ સતીશ પટણી, વિશાલ, મહેશ અને રાજ નામના આરોપીની શોધખોળ પોલીસે શરૂ કરી છે પોલીસે ગુનાઓમાં ઉપયોગમાં લેવામાં આવેલ બે રીક્ષા પણ કબજે કરી છે આ ઘટનામાં મૂકી આરોપી વિજય ઉર્ફે બટ્ટોના વિરુદ્ધમાં અલગ અલગ પાસા અને શરીર સંબંધિત પાંચ થી છ ગુના નોંધાયેલ છે.

આ ઘટનામાં ફરાર ત્રણ આરોપીને પકડવા માટે પાંચ ટીમ બનાવમાં આવી છે

મેઘાણીનગર, કૃષ્ણનગર, કાગડાપીઠ, ક્રાઈમ બ્રાન્ચ અને LCB ઝોન6 ની ટીમો હાલ ફરાર આરોપીને પકડવા માટે કામે લાગી છે, આ ઘટનામાં કુલ 6 આરોપી વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ થઈ છે જ્યારે અન્ય અજાણ્યા ઇસમે સામે પણ ફરિયાદ દાખલ કરી CCTVના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે, આ ઘટનામાં આરોપી સતીશ પટણી ઉર્ફે સત્યો ચાઇના ગેંગમાં સંડોવેલ હોલ તેવું પણ જાણવા મળ્યું છે ત્યારે પોલીસે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

 

  • Follow us on: