અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત થતા ભુવા પડવાનું પણ ચાલુ થઈ ગયું છે. અમદાવાદ શહેરના પૂર્વના ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં મોટો ભુવો પડ્યો છે. શ્રીજી હાઇટ્સ પાસે 15 ફૂટ પહોળો મસમોટો ભુવો પડતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.


 ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં ભુવો પડ્યો

અમદાવાદમાં વરસાદે AMCની પોલ ખોલી નાખી છે. છેલ્લા 8 માસથી ધીમી ગતિથી ચાલી રહેલ ડ્રેનેજ લાઈનના કામના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓને આ અંગે વારંવાર જાણકારી આપવામાં આવી છે. છતાં લોકોને આવી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે.

એક જ વરસાદે AMCની પોલ ખોલી નાખી

અમદાવાદમાં એક જ વરસાદે એએમસીની પોલ ખોલી નાખી છે, અને પાલડી વિસ્તારમાં ભુવો પડયો છે. 2 દિવસ અગાઉ વરસાદ પડયો હતો અને તેની પાસે જ બીજો ભુવો પડયો હતો જેના કારણે રોડ તૂટી ગયો હોય તેવા દ્વશ્યો સામે આવ્યા છે. હાલમાં તો કોર્પોરેશન દ્વારા ભુવા પૂરવાની કામગીરી ચાલુ કરી છે. પરંતુ હજી તો એવો વરસાદ પણ પડયો નથી અને ભુવા પડવાનું શરૂ થઈ ગયું છે, ત્યારે જોવાનું એ રહ્યું કે, કોર્પોરેશનની ટીમ આ ભુવો પૂરવાની કામગીરી કેટલા સમયમાં પૂરી કરે છે.


  • Follow us on: