ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 44 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ બારડોલીમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.


અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા,અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હાલ સૌરાષ્ટ્ર કચ્છ તરફ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે.

દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદ

આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારે બે કલાકમાં બારડોલીમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. મહુવામાં 2.52, વ્યારામાં 2.48,સોનગઢમાં 2.17, માંડવીમાં 1.5, ઉમરપાડામાં 1.26, વાલોદમાં 1.22, પલસાણામાં 1.18, દેદિયાપાડામાં 1.14, સુરત શહેરમાં 1, ઓલપાડમાં 0.87 ઈંચ વરસાદ ખાબક્યો છે. સવારે બે કલાકમાં રાજ્યના કુલ 44 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.


  • Follow us on: