રાજ્યમાં ઠેર-ઠેર મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ રહી છે. વિવિધ પંથક પાણી-પાણી થતા જવા મળ્યા છે. વરસાદી પાણીના કારણે અંતરિયાળ ગામડાંઓ સંપર્ક વિહોણા થયા છે. જેના કારણે તંત્ર તેમના સુધી મદદ પહોંચાડવામાં અસમર્થ સાબિત થયુ છે. એનડીઆરએફની ટીમ મદદ માટે તૈનાત છે. તો સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા સ્થાનિકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે.


118 તાલુકામાં મેઘરાજાની બેટિંગ

રાજ્યમાં 2 વાગ્યા સુધી 118 તાલુકામાં વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના અમીરગઢમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો જેતપુરમાં 1.81 ઈંચ અને કપરાડામાં 1.77 ઈંચ નોંધવામાં આવ્યો છે. કુતિયાણામાં 1.61 ઈંચ તો ગણદેવીમાં 1.54 ઈંચ વરસાદ પડ્યો છે. નવસારીમાં 1.34 ઈંચ, રાણાવાવમાં 1.30 ઈંચ વરસાદ પડ્યો છે. વિસાવદરમાં 1.30 ઈંચ, પડધરીમાં 1.18 ઈંચ વરસાદ નોંધાયો છે. તો આ તરફ, ઉમરપાડામાં 1.18 ઈંચ અને ધોરાજીમાં 1.18 ઈંચ વરસાદ નોંધાયો છે.

જળમગ્ન થયુ રાજ્ય

રાજ્યમાં ચોમાચાની શરૂઆતમાં જ મોટા ભાગના પંથકો પાણી-પાણી થયા છે. જેના કારણે તંત્ર સતર્ક થયુ છે. અને સ્થાનિકોને સુરક્ષિત સ્થળે મોકલવા માટે ખડે પગે તૈનાત છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી કહેર જોવા મળશે. તેને પહોંચી વળવા માટે તંત્રએ કામગીરી હાથ ધરી છે. રસ્તાઓ પરના પાણીનો નિકાલ કરવા માટે પણ તંત્રએ તજવીજ શરુ કરી છે. 

  • Follow us on: