ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી છે છતાં વરસાદનુ જોર ઘટ્યું છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં 98 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં જૂનાગઢના માંગરોળમાં 3.54 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના જોડિયામાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો કુલ 52.46 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 61.34 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ મધ્ય પૂર્વ ઝોનમાં 49.97 ટકા વરસાદ નોંધાયો છે.


207 જળાશયોમાં હાલમાં 58.10 ટકા પાણીનો જથ્થો

રાજ્યના 207 જળાશયોમાં હાલમાં 58.10 ટકા પાણીનો જથ્થો છે. ઝોન વાઈઝ જોઈએ તો, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 52.48, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 65.31, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 58.80, કચ્છના 20 ડેમમાં 55.36 અને સરદાર સરોવર ડેમમાં 55.40 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં સૌથી ઓછો પાણીનો જથ્થો ઉત્તર ગુજરાતમાં છે. બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હોવા છતાં ઉત્તર ગુજરાતના 15 મુખ્ય ડેમમાંથી એક પણ ડેમ છલોછલ છલકાયો નહીં હોવાનું આંકડા જણાવી રહ્યાં છે.

ઉત્તર ગુજરાતના 15 ડેમમાંથી એક પણ ડેમ છલોછલ છલકાયો નથી

ઉત્તર ગુજરાતના 15 ડેમમાંથી એક પણ ડેમ છલોછલ છલકાયો નથી. મધ્ય ગુજરાતના 17 ડેમમાંથી બે ડેમ, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાંથી ચાર ડેમ, કચ્છના 20 ડેમમાંથી પાંચ ડેમ અને સૌરાષ્ટ્રના 141 ડેમમાંથી 16 ડેમ છલોછલ છલકાયા છે. રાજયમાં હાલ 207 ડેમમાંથી 42 ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો હોવાથી હાઈ એલર્ટ પર રખાયા છે. 21 ડેમમાં 80 ટકા જેટલું પાણી હોવાથી એલર્ટ પર રખાયા છે. જ્યારે 24 ડેમમા 70 ટકાથી વધુ પાણી હોવાથી વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 119 ડેમને કોઈ ચેતવણી આપવામાં આવી નથી.


  • Follow us on: