બનાસકાંઠાનામાં ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. બનાસકાંઠાના દાંતામાં નદીમાં પાણીનો પ્રવાહ વધતા બાળકો ફસાયા છે. મંડારા વાસના 25 બાળકો શાળાએ ગયા હતા. બે કલાક કરતા વધુ સમયથી બાળકો ફસાયેલા છે. બાળકોના વાલીઓ સામેના કિનારે લેવા આવ્યા પરંતુ નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે કલાકો સુધી ઊભા રહ્યાં છે.


દાંતામાં નદીમાં પાણીનો પ્રવાહ વધતા બાળકો ફસાયા

ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદથી જનજીવન પ્રભાવીત થયું છે. મંડારા વાસના બાળકો સવારે બોરડીયાળા પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે ગયા હતા. નદીમાં પાણીનો પ્રવાહ વધતા બાળકો નદી કિનારે ફસાયા છે.

બનાસકાંઠાના થરાદમાં વરસાદી માહોલ

બનાસકાંઠામાં વહેલી સવારથી ગાજવીજ-પવન સાથે વરસાદ વરસ્યો છે, થરાદ શહેરમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે તો બાળકોને શાળાએ જવા માટે પાણીમાથી પસાર થઉ પડે છે, જમડા, લોરવાડા, નાગલા, ડોડગામ, ભોરોલ, પિલુડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, ગરમીમાં ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા ગરમી અને બફરા સામે રાહત મળી હતી.


  • Follow us on: