ગુજરાતમાં ગઈકાલથી જ અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.આજે સવારથી ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.આજે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.રાજ્યમાં આજે બપોરે ચાર વાગ્યા સુધીમાં 170 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.


6 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધીમાં 170 તાલુકામાં વરસાદ

રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધીમાં 170 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના દસક્રોઈમાં સૌથી વધુ 9.72, મહેમદાવાદમાં 8.15, નડિયાદમાં 8.35, માતરમાં 6.81, કઠલાલમાં 5.12, વસોમાં 5.39, મહુધામાં 5.16, ખેડામાં 3.98, ઉમરેઠમાં 4.21, ભિલોડામાં 3.39, પાટણમાં 3.35, ધોળકામાં 3.39, ભાભરમાં 3.23 ઈંચ વરસાદ નોંધાયો છે.

સાત જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં સાત જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી ખાબકેલા વરસાદને કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજ્યમાં વરસાદને કારણે 51 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યના 49 જળાશયો હાઈએલર્ટ પર મુકાયા છે. જ્યારે 21 જળાશયોને એલર્ટ પર રખાયા છે અને 21 જળાશયો વોર્નિંગ પર રખાયા છે.


  • Follow us on: