અમદાવાદ શહેરમાં ભારે વરસાદથી નારોલ સર્કલ જળમગ્ન બન્યું છે. વરસાદી પાણી અને ગટરના પાણીથી બેટમાં ફેરવાયું છે. પાણીનો નિકાલ ન થતા સર્કલની ચોતરફ પાણી જ પાણી ભરાયા છે. વરસાદ બંધ થયા બાદ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે જળમગ્ન થયા છે. ભારે વરસાદથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે.


વાહનચાલકો જીવન જોખમે પસાર થઈ રહ્યા

નારોલ સર્કલ પર ગટના પાણી બેક મારી રહ્યા છે. પાણીના નિકાલની વ્યવસ્થાના બદલે ગટરના ઢાંકણા નથી ત્યાં બેરીકેટ પણ નહીં. ચોમાસામાં લોકોના મૃત્યુ થઈ રહ્યા છે છતાં બેદરકારીનું પુનરાવર્તન તંત્રનું યથાવત છે. વાહનચાલકો જીવન જોખમે પસાર થઈ રહ્યા છે. અમદાવાદમાં ભારે વરસાદ થવાથી પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતાં લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

મહાનગર પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું

શહેરમાં પાણી ભરાઈ જવાને કારણે મહાનગર પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. સત્તાધિશોએ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી અમદાવાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. શહેરમાં થયેલી જળબંબાકારની સ્થિતિમાં ઝડપથી પાણી ઉતરશે તેવો દાવો કરવામાં આવ્યો છે.


  • Follow us on: