અમદાવાદમાં વરસાદી પાણીથી શહેરીજનો બેહાલ થયા છે. નારોલ, ઇસનપુર, દાણીલીમડામાં પાણી ભરાયા છે. જશોદાનગર સહિત વિસ્તારો પાણી જ પાણી થયા છે. ઇસનપુરમાં ભરાયા ઘૂંટણસમા પાણી ભરાયા છે. નારોલમાં કમર સુધીના વરસાદી પાણી ભરાયા છે. દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે.
અમદાવાદમાં શહેરીજનો બેહાલ થયા
ઇસનપુરમાં વરસાદી પાણીથી જનતા પરેશાન થઈ છે. વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. નારોલ, ઇસનપુર, દાણીલીમડા, જશોદાનગર સહિત વિસતારોમાં વરસાદી પાણી ભરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શેહરમાં ભારે વરસાદથી ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે.
સાત જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં સાત જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી ખાબકેલા વરસાદને કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજ્યમાં વરસાદને કારણે 51 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યના 49 જળાશયો હાઈએલર્ટ પર મુકાયા છે. જ્યારે 21 જળાશયોને એલર્ટ પર રખાયા છે અને 21 જળાશયો વોર્નિંગ પર રખાયા છે.