ચોમાસા દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે.જે અંતર્ગત આજે સવારે 6 થી સાંજે 6 કલાક સુધીમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા નોંધાયો છે.


રાજ્યના 8 તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો

આજે રાજ્યના 8 તાલુકામાં 3 ઇંચ કરતા વધુ, 18 તાલુકામાં 2 ઇંચથી વધુ,30 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે કુલ 112 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા નોંધાયો છે.જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 54 ટકા જેટલો નોંધાયો છે. અમદાવાદના દસક્રોઈ અને બાવળામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યમાં સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રમાં 54.46 ટકા વરસાદ થયો

રાજ્યમાં સિઝનનો કૂલ 58.22 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 64.11, ઉત્તર ગુજરાતમાં 61, મધ્ય પૂર્વમાં 54.95, સૌરાષ્ટ્રમાં 54.46 અને દક્ષિણ ગુજરાતમાં 62.04 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રમાં 54.46 ટકા જ્યારે સૌથી વધુ કચ્છમાં 64.11 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. રોડ રસ્તા પણ બંધ હોવાથી ગામડાઓના સંપર્કો તૂટ્યા છે.

રાજ્યના 207 જળાશયોમાં 60.80 ટકા પાણીનો જથ્થો

રાજ્યમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. રાજ્યના 207 જળાશયોમાં 60.80 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવરમાં 61.18 ટકાથી વધુ પાણી એકઠું થયું છે. ઉત્તર ગુજરાતમાં હરણાવ ડેમમાં 78.23, મેશ્વોમાં 81.29, વણાંકબોરી 100, સુખી 80, શેત્રુંજી 100 અને બ્રહ્માણીમાં 100 ટકા પાણીનો જથ્થો સ્ટોરેજ છે.


  • Follow us on: