રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનથી વરસાદની આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, દરિયાઇ કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ઉદભવેલા ડિપ્રેશનની અસર ગુજરાત પર દેખાશે.


આજે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રેડ એલર્ટ જાહેર કરાયું 

કેન્દ્રીય હવામાન વિભાગના સિનિયર વૈજ્ઞાનિક નરેશ કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતાઓ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર ગુજરાત પર પડશે. આ અસર આગામી 31 તારીખ સુધી રહેશે. આ ડિપ્રેશનની અસર અરબી સમુદ્રથી લઈને છેક ઉત્તર પ્રદેશ સુધી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે વરસાદમાં ઘટાડો થશે. ત્યાર બાદ 29થી 31 તારીખ સુધી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ વરસાદ રાજસ્થાન અને દિલ્હી સુધી અસર કરશે.

માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના

અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, દેવભૂમિ દ્વારકા, આણંદ, ખેડા, ભરૂચ, પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ખેડૂતો તેમની જણસી સલામત સ્થળે ખસેડે તેવી અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.


  • Follow us on: