છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં તારાજી જેવી સ્થિતિ સર્જનાર મેઘરાજાનું આજથી જોર ઘટશે. આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, પાલનપુર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાયના જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે.
24 કલાકમાં રાજ્યના 67 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 67 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કચ્છના લખપતમાં 6.14 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાભરમાં 5.28, રાપરમાં 4.76, ભચાઉમાં 4.13, નખત્રાણામાં 4.09, ગાંધીધામમાં 3.74, ભુજમાં 3.39, અંજારમાં 3.07, સાંતલપુરમાં 2.95,રાધનપુરમાં 2.28, અબડાસામાં 2.2, માળિયામાં 2.17, થરાદમાં 2.01, દિયોદરમાં 1.97 અને વાવમાં વાવમાં 1.65 ઇંચ વરસાદ નોંધાયો છે.













