રાજ્યમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નવરાત્રિમાં ગરબા કરતા ખેલૈયાઓને વધારે ચિંતા વરસાદે વધારી છે.ડાંગ અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલીમાં પણ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.


આ વિસ્તારોમાં વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજ્યમાં બે દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. સુરત, વલસાડ અને નવસારીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયુ છે. જ્યારે તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ,દમ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, દાહોદ અને અરવલ્લીમાં આજે ભારે વરસાદ ખાબકી શકે છે.

પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

જ્યારે આવતીકાલે અમરેલી, દીવ અને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ અને જૂનાગઢમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. માછી મારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં આજની તારીખ સુધીમાં 111.70 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમા કચ્છમાં 136.07, ઉત્તર ગુજરાતમાં 119.27, મધ્ય પૂર્વ ગુજરાતમાં 113.35, સૌરાષ્ટ્રમાં 95.85 અને દક્ષિણ ગુજરાતમાં 118.51 ટકા વરસાદ ખાબક્યો છે.


  • Follow us on: