ગુજરાતમાં વરસાદ ધીમો પડ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકવાની શક્યતાઓ છે. રાજ્યમાં હવે ભારેથી અતિભારે વરસાદની કોઈ આગાહી નથી. બીજી બાજુ ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે. ગુજરાત અને રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લીધી છે.
આ વર્ષે ગાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવનાઓ
હવામાન વિભાગ પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે. ગુજરાત અને રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. પંજાબ અને હરિયાણામાંથી પણ વરસાદે વિદાય લીધી છે. ગુજરાતમાં હવે શિયાળાની શરૂઆત થશે. આ વર્ષે ગાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી હાડ થીવજતી ઠંડી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં 19 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ વરસાદ વિદાય લેશે.













