અમદાવાદમાં રથયાત્રા પહેલા જર્જરિત મકાનો અંગે સરવે કરવામાં આવ્યો હતો. હવે રથયાત્રા પૂર્ણ થયા બાદ કાલુપુરમાં ત્રણ જર્જરિત મકાનો ધરાશાયી થયાં છે. દુર્ગામાતાની પોળમાં ત્રણ મકાનો જર્જરીત હાલતમાં હોવાથી ધરાશાયી થયાં છે. મકાન હટાવવાની કામગીરી સમયે ઘટના બની છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. તંત્રએ નોટીસ લગાવીને રસ્તાને બંધ કર્યો છે.


જર્જરિત મકાન હટાવવાની કામગીરી સમયે બની ઘટના

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના કાલુપુરમાં દુર્ગામાતાની પોળમાં મકાનની કામગીરી સમયે ત્રણ જર્જરિત મકાનો ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. રથયાત્રા પહેલા તંત્રએ જર્જરિત મકાનો અંગે નોટીસો આપી હતી. તે છતાંય તેનો અમલ નહીં થતાં દુર્ઘટના સર્જાઈ છે. દુર્ગામાતાની પોળમાં એક જર્જરિત મકાન હટાવવાની કામગીરી દરમિયાન ત્રણ અન્ય મકાનો ધરાશાયી થયાં છે.

તંત્રએ નોટિસ લગાવી રસ્તાને બંધ કર્યો

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નોટીસો અપાયા બાદ પણ લોકો ત્યાં રહેતા હતાં. તંત્રની નોટીસો મળ્યા બાદ પણ લોકોએ ઘર ખાલી નહીં કરતાં તંત્ર સામે પડકાર ઉભો થયો હતો. પોળમાં એક જર્જરિત મકાનને હટાવવાની કામગીરી દરમિયાન અન્ય ત્રણ મકાનો ધરાશાયી થતાં લોકોમાં ભય ફેલાયો હતો. મકાન ધરાશાયી થતાં કોઈ જાનહાની થઈ નથી. તંત્રએ આ ઘટનામાં નોટીસ લગાવીને રસ્તો બંધ કર્યો છે.


  • Follow us on: