ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. રાજ્યમાં વિરામ બાદ વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમા વરસાદ ખાબક્યો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જબરદસ્ત વરસાદ થવાની આગાહી કરી છે. ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં વરસાદ ધડબડાટી બોલાવશે.
રાજ્યમાં ભારે વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે ઓગસ્ટના અંતમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. આજથી રાજ્યમાં છુટા છવાયા વરસાદની આગાહી કરી છે. 14 ઓગસ્ટ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 ઓગસ્ટથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ થશે. 17થી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે.બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.
આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
અંબાલાલ પટેલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર,જૂનાગઢ, અમરેલી,ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં આજે હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન લગાવ્યું છે.