ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ત્યારે રાજ્યમા ફરીવાર વરસાદ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગ દ્વારા 14 થી 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ જામશે. આજે અરવલ્લી,દાહોદ, મહીસાગર,વડોદરા,ભરૂચ, નર્મદા,સુરત,ડાંગ,તાપી, વલસાણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન, લૉ પ્રેશર, મોન્સન ઇસ્ટ અને વેસ્ટ ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.


વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે

16 થી 18 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આગામી બે દિવસ માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, અમદાવાદ,ગાંધીનગર, વડોદરા, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ,પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, રાજકોટ, અમરેલી, વલસાડ, જૂનાગઢ, દ્વારકા,મોરબીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

14 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા સૂચના

ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ 82.35 ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 20 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં 2.65 લાખ હેક્ટરમાં સોયાબીન જ્યારે ત્રીજા ક્રમમાં 2.64 લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે.ગુજરાતના માછીમારોને 11 થી 14 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે.હાલની સ્થિતિમાં ગુજરાતના તમામ ગામોમાં વીજ પુરવઠો તેમજ એસ.ટી બસના તમામ 14,598 રૂટ પર 40,264 ટ્રીપ કાર્યરત છે.


  • Follow us on: