ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. આજે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 24 કલાક દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે.


આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્ચતાઓ વ્યક્ત કરાઈ છે. દરિયામાં ભારે કરંટ હોવાને કારણે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વિવિધ ભાગોમાં વરસાદ થઈ શકે છે.

બપોરે 12 વાગ્ચા સુધીમાં 58 જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો

રાજ્યમાં સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્ચા સુધીમાં 58 જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં ચાલુ સિઝનનો કૂલ 49.96 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 58.44, ઉત્તર ગુજરાતમાં 45.92, મધ્ય પૂર્વમાં 48.03, સૌરાષ્ટ્રમાં 49.19 અને દક્ષિણ ગુજરાતમાં 53.63 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે રાજ્યના 207 ડેમમાં 55.64 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવરમાં હાલમાં 50.99 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.


  • Follow us on: