ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદ લાવશે. આગામી બે દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી નોંધાવો જોઈએ તેના કરતાં 80 ટકા વધુ વરસાદ નોંધાયો છે.


રાજ્યમાં આજથી જ વરસાદનુ જોર વધશે

હવામાન વિભાગે આજે સાબરકાંઠા,અરવલ્લી અને મહિસાગરમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, પંચમહાલ,છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદ લાવશે.રાજ્યમાં આજથી જ વરસાદનુ જોર વધશે.

બપોરે 12 વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમા વરસાદ

ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમા વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 3.1 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ધરમપુરમાં 1.4, કપરાડામાં 1.3, સિદ્ધપુરમાં 1.1 અને ડીસામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. 

  • Follow us on: