યાત્રાધામ અંબાજીમાં દિવસના ભારે ઉકળાટ બાદ રાત્રે વરસાદી માહોલ જામ્યો છે.અંબાજીના હડાદ, દાંતા, મંડાલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. વરસાદ પડતાં અંબાજીની બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા છે.


અંબાજીમાં રાત્રે વરસાદી માહોલ જામ્યો

બનાસકાંઠાના દાંતીવાડામાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા હતા. રાજસ્થાન બોર્ડર સહીતના વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે. ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જાત ગામ પાસે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. દાંતીવાડા,પાંથાવાડા , ગુંદરી, જાત સહીત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકયો છે.

રાજસ્થાન બોર્ડર સહીતના વિસ્તારોમાં વરસાદ

દાંતીવાડામાં ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. રાજસ્થાન બોર્ડર સહીતના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજ્યમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની દ્વારા કરવામાં આવી છે. મધ્યપ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં ભરેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • Follow us on: