બનાસકાંઠાના દાંતીવાડામાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા હતા. રાજસ્થાન બોર્ડર સહીતના વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે. ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જાત ગામ પાસે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. દાંતીવાડા,પાંથાવાડા , ગુંદરી, જાત સહીત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકયો છે.


રાજસ્થાન બોર્ડર સહીતના વિસ્તારોમાં વરસાદ

દાંતીવાડામાં ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. રાજસ્થાન બોર્ડર સહીતના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજ્યમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની દ્વારા કરવામાં આવી છે. મધ્યપ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં ભરેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અતિ ભારે વરસાદની આગાહી

મધ્યપ્રદેશ ઉપર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. તે ખૂબ મજબૂત છે એનો ટ્રફ અરબસાગર સુધી લંબાયેલો છે. જેને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, તો બીજા વિસ્તારોમાં પણ સારા એવા વરસાદ નોંધાઈ શકે છે. અંતે ઓલઓવર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે અને આવનારા ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.


  • Follow us on: