ભારે વરસાદ અને ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે ગુજરાતમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સુરત, વડોદરા, નર્મદા અને ખેડા જેવા ઘણા જિલ્લાઓમાં નદીઓ છલકાઈ રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. આણંદના નભોઇ,રિંઝા ગામે નદીના પાણી ઘૂસ્યા છે. નભોઇમાં 50 જેટલા ઘરમાં નદીના પાણી પ્રવેશ્યા છે. દૂધમંડળી અને ગ્રામપંચાયત પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે. સાબરમતી નદીના પાણી ઘૂસતા લોકોને હાલાકી પડી છે. સતત પાણીનો પ્રવાહ વધતા ગ્રામજનોમાં ચિંતા જોવા મળી છે.
નભોઇમાં 50 જેટલા ઘરમાં નદીના પાણી પ્રવેશ્યા













