આણંદના નવાખલ ગામે બનેલી 6 વર્ષની બાળકીના મૃત્યુની ઘટનાએ સમગ્ર ગામમાં શોક અને રોષની લાગણી ફેલાવી છે. બાળકીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવતા પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો હતો. ભારે હૈયે પરિવારે બાળકીને અંતિમ વિદાય આપી. બાળકીની સ્મશાન યાત્રામાં 5 હજારથી વધુ લોકો જોડાયા હતા. જે દર્શાવે છે કે આ ઘટનાએ લોકોના મન પર કેટલી ગંભીર અસર કરી છે. બાળકીના અચાનક થયેલા મોતના કારણે ગામમાં દુઃખની લાગણી સાથે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.
પરિવારે ભારે આક્રંદ સાથે બાળકીને આપી અંતિમ વિદાય













