અરવલ્લીમાં મોડી રાત્રીથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે ભિલોડામાં ધોધ વહેતા થયા છે. વરસાદને લઇ સુનસર ધોધ જીવંત બન્યો છે. ડુંગર પર 200 ફૂટની ઉંચાઇથી ધોધ વહે છે. ધોધ જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા છે. ભિલોડાનો સુનસર ઘોધ વધુ એક વખત જીવંત થયો છે.ગત રાત્રી દરમીયાન ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર તરીકે સુનસર ધોધ ઓળખાય છે. અહિં સહેલાણીઓ ધોધની મજા માણવા ઉમટી પડે છે.
ભિલોડામાં ધોધ વહેતા થયા













