અરવલ્લીના માઝમ ડેમમાંથી પાણી છોડાયું છે. વહેલી સવારે ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે. માઝમ નદીમાં 3 હજાર ક્યુસેક પાણી છોડ્યું છે. ડેમમાં પાણી છોડાતા 13 ગામને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે. ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે. ડેમોમાં પાણીની આવક થતા પાણી છોડવામાં આવી રહ્યું છે. માઝમ ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.


અરવલ્લીના માઝમ ડેમમાંથી પાણી છોડાયું

માઝમ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે. ડેમ ઓવરફ્લો થતા માઝમ નદીમાં 3 હજાર ક્યુસેક પાણી છોડ્યું છે. ડેમ છલકાતા લોકોમાં ખુશી જોવા મળી છે, આસપાસના ગામડાંના લોકોને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. તથા ખેડૂતો ખેતી માટે પુરતા પ્રમાણમાં સિંચાય માટે પાણી મળી રહશે.

ડેમ છલકાતા લોકોમાં ખુશી જોવા મળી

 મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઇસરી, રેલ્લાવાડા, જીતપુર ગામમાં વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારે ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે. માઝમ નદીમાં 3 હજાર ક્યુસેક પાણી છોડ્યું છે. ડેમમાં પાણી છોડાતા 13 ગામને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે.


  • Follow us on: