બનાસકાંઠા જિલ્લાના મુક્તેશ્વર ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પાણી ભયજનક સપાટીએ પહોંચતા તંત્ર દ્વારા ડેમના ચાર દરવાજા ખોલીને પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો છે અને નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીમાં પાણીની આવક વધવાથી આસપાસના વિસ્તારોમાં પણ જળસ્તર ઊંચું આવ્યું છે.
પાણી છોડાતા સરસ્વતી નદી બે કાંઠે, રસ્તાઓ પર જળબંબાકાર













