બનાસકાંઠાના આગથળા, કુડા, ભાકડીયાલ, જાલોઢા, માનપુરા, નવાપુરામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પ્લાસ્ટિક ઢાંકી મગફળી બચાવવા ખેડૂતો મથામણ કરી રહ્યાં છે, બે દિવસના વિરામબાદ ફરી વરસાદ વરસતા ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે, તો હજી ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


બનાસકાંઠા પંથકમાં વહેલી સવારથી વરસાદ યથાવત

બે દિવસના વિરામ બાદ આજે ફરી બનાસકાંઠા પંથકમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, લાખણી, થરાદ, દિયોદર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, લાખણીના આગથળા, કુડા, ભાકડીયાલ સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, દિયોદરના જાલોઢા, માનપુરા, નવાપુરા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, અગાઉ વરસેલા કમોસમી વરસાદથી મોટાભાગની મગફળીની લણણી કરેલ જણસી સડી ગઈ છે.

બનાસકાંઠાના દાંતામાં સવારથી વરસાદ

દાંતા અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, એક તરફ વહેલી સવારે ગુલાહી ઠંડી અને બીજી તરફ વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, દાંતા પંથકમાં ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળ્યું છે. વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશ વેચાણ અર્થે આવતા ખેડૂતોને પોતાની ખેત પેદાશ તાડપત્રી અથવા પ્લાસ્ટિકથી ઢાંકીને સુરક્ષિત રાખવા જણાવાયું છે.

 

  • Follow us on: