બનાસકાંઠાના થરાદમાં વીજ કરંટથી ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. એક મહિલા સહિત બે પુરૂષોના મોત નિપજ્યાં છે. પાણીની મોટર ચાલુ કરવા જતાં કરંટ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. પુત્રને બચાવવા જતાં માતા પિતાને પણ કરંટ લાગ્યો હતો. ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યાં છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પાણીની મોટર ચાલુ કરવા જતા લાગ્યો કરંટ













