ભરૂચ સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે ભરૂચના જંબુસરમાં તળાવ ઓવરફ્લો થયો છે. નોબર ગામે આવેલ તળાવ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ભરુચમાં ભૂખી ખાડીના પાણી ફરી વળ્યા છે. આમોદ-વાગરા રોડ પર પાણી ફરી વળ્યા છે. બુવા ગામ પાસે પાણીમાં ટેન્કર ફસાયું છે. વાગરાથી વાયા બુવા આમોદનો સંપર્ક તૂટ્યો છે.
ભરૂચ સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ













