દાહોદના ધાનપુરમાં અદલવાડા ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીનાળા છલકાયા છે. નદી નાળા છલકાતા ડેમમાં પાણીની આવક વધી છે. અદલવાડા ડેમની હાલની સપાટી 236.90 મીટરે પહોંચી છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે. દેવગઢ બારીયા,ધાનપુર તાલુકાના નવ ગામને એલર્ટ કરાયા છે.
ધાનપુરમાં અદલવાડા ડેમ ઓવરફ્લો













