રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનથી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયામાં ભારે પવનને કારણે વાવાઝોડાની સ્થિતિ છે. માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તે છતાંય માછીમારો દ્વારા દરિયામાં માછીમારી કરવામાં આવી રહી છે.


વાવાઝોડા વચ્ચે દ્વારકાના ઓખામાં માછીમારી

દ્વારકાના ઓખાના દરિયામાં વાવાઝોડાની આગાહી વચ્ચે માછીમારી કરતી બોટ નજરે પડી છે. ઓખા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપી હોવા છતાં દરિયામાં ફિશિંગ બોટો નજરે પડી છે. કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવા જણાવાયું છે. દ્વારકાનાં દરિયામા ફિશિંગ બોટો નજરે પડતા તંત્રની બેવડી નીતિ સામે આવી છે.

સૂચના છતા દરિયામાં ફિશિંગ બોટો નજરે પડી

અમુક મચ્છીમારોને ટોકન આપી ફિશિંગ કરવા મંજૂરી આપવામાં આવે છે તો અન્યોને કેમ પ્રતિબંધ લગાવાય છે એવા સવાલો ઉભા થયાં છે. ઓખા કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં સતત પેટ્રોલિંગ કરીને માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી રહી છે. તે છતાંય દ્વારકાના દરિયામાં આજે અનેક ફિશિંગ બોટો માછીમારી કરતાં નજરે પડી છે. તંત્રની બેદરકારી કે વ્હાલા દવલાની નીતિ એવા સવાલો ઉભા થયાં છે.


  • Follow us on: