હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. ભારે પવન સાથે દરિયામાં ઉંચા મોજા ઉછાળ્યા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયમાં કરંટ જોવા મળ્યો છે. દરિયામાં 15 થી 20 ફૂટ ઉંચા મોજા ઉછાળ્યા છે. ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપવમાં આવી છે.
દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો













