બોટાદ જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતા. ગઢડામાં ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. નાગલપર, જોટિંગડા, હામાપર, ટાટમ, ભીમડાદ, ગોરડકા, ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. ગઢડા પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા.


ગઢડા પંથકમાં ધોધમાર વરસાદ

ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્ર-કચ્છમાં 48 કલાક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રદીપ શર્મા દ્વારા હાલ ગુજરાતના માથે 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ અમદાવાદ-ગાંધીનગર ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.


રસ્તાઓ પર પાણી વહેતા થયા

રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયા કાંઠે 45થી 55 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાન પણ આગાહી કરવામાં આવી છે.


  • Follow us on: