રાજ્યમાં વરસાદનું જોર વધી રહ્યુ છે. મોટાભાગના પંથક પાણી-પાણી થયા છે. રસ્તાઓ પર વાહનોના સ્થાને હોડીઓ જોવા મળી રહી છે. જન-જીવન ખોરવાયુ છે. બજારો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તંત્ર તમામ વિસ્તારોમાં મદદ પહોંચાડવા માટે પ્રયાસ કર્યુ છે. પરંતુ સંપર્ક વિહોણા ગામડાઓમાં આ મદદ પહોંચવામાં મુશ્કેલીઓ આવી રહી છે. આ ઉપરાંત ખેતરોમાં કમર સુધીના પાણી ભરાયા છે. પાકને નુકસાન થતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ખેતરો જળાશયોમાં ફેરવાયા છે.


ક્યાં કેટલા ઇંચ વરસાદ વરસ્યો ?

રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે બપોરે 2 વાગ્યા સુધી 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. તો કામરેજમાં 6.50 ઇંચ, પલસાણામાં 5.39 ઇંચ વરસાદ ખાબક્યો છે. બારડોલીમાં 4.09 ઇંચ, ઓલપાડમાં 3.66 ઇંચ, માંડવીમાં 2.76 ઇંચ, માંગરોળમાં 2.28 ઇંચ અને ચોર્યાશીમાં 2.25 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ પેદા થઇ છે.

અતિભારે વરસાદની આગાહી

ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં ભારે નુકસાની જોવા મળી છે. પાણી ભરાતા રસ્તાઓ અને માર્ગ તૂટ્યા છે. ઠેર-ઠેર ખાડા સામ્રાજ્ય જોવા મળ્યુ છે. તંત્રી પ્રિ-મોન્સૂનની કામગીરી પોકળ નિકળી છે. તંત્રના વચનો ઠાલા સાબિત થયા છે. વરસાદની શરૂઆતમાં જ પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી રહી છે. જેના કારણે સ્થાનિકો પરેશાન થયા છે. અને મનપા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. 

  • Follow us on: