જૂનાગઢના ગિરનાર અંબાજી મંદિરથી દેખાયું મનમોહક દ્રશ્ય અને ધુમ્મસ અને વાદળોની વચ્ચેથી ઝળહળ્યો ગિરનાર, દર્શનાર્થીઓને પણ મંત્રમુગ્ધ બનાવતું કુદરતી સૌંદર્ય, કેમેરામાં કેદ થયેલ દ્રશ્યોમાં ગિરનાર બન્યો સૌનું આકર્ષણ કેન્દ્ર અને વરસાદી માહોલમાં નિહાળી શકાય છે ગિરનારનું સૌંદર્યના અદભૂત દ્રશ્યો સામે આવ્યા છે, ગિરનાર પરના આકર્ષક વીડિયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ.
સૌરાષ્ટ્રના 6 બંદરે 3 અને 2 નંબરના સાવચેતીના સિગ્નલ
પવન ફૂંકાવાની અને દરિયો તોફાની બનવાની શક્યતા હોવાથી ઓખા, પોરબંદર, વેરાવળ બંદરે 3 નંબરના સિગ્નલ મૂકવામાં આવ્યા હતા, જ્યારે જાફરાબાદ, પીપાવાવ અને જામનગરના બેડી બંદરે ૨ નંબરનું સિગ્નલ મુકાયું હતું. સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી ઉપર વરસાદની આગાહી થઈ છે ત્યારે ઓખા, પોરબંદર, વેરાવળ બંદરીય વિસ્તારોના વાતાવરણમાં પણ સવારથી પલટો આવ્યો હતો. દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને સામાન્ય પવન ફૂંકાયો હતો. ત્યારે આ ત્રણેય બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું. 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવીને માછીમારોને પણ સમુદ્રમાં ન જવા માટે સૂચના અપાઈ હતી.













