જૂનાગઢમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ગિરનાર પર ધોધમાર વરસાદના કારણે દામોદર કુંડમાં પાણીની આવક થઈ છે.જૂનાગઢમાં વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. વિલિંગ્ડન ડેમ સિઝનમાં સતત બીજીવાર ડેમ ઓવરફ્લો થયો છે. સાથે જ સોનરખ નદીમાં પણ પૂર આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.સતત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે.


વિલિંગ્ડન ડેમ સિઝનમાં સતત બીજીવાર ઓવરફ્લો 

જૂનાગઢમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ગિરનાર પર પણ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થતા જૂનાગઢવાસીઓ નયનરમ્ય નજારો જોવા ઉમટી પડ્યા હતો. જૂનાગઢમાં અને ગિરનાર પર ધોધમાર વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક થઈ છે. તેવામાં જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ સિઝનમાં સતત બીજીવાર ડેમ ઓવરફ્લો થયો છે. જૂનાગઢમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

માછીમારોને દરિયો ના ખેડવા સૂચના

રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 2થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


  • Follow us on: